સફળતાની દુન્યવી પરિભાષા
સફળતાની પરિભાષા એ જ છે કે આપણી પાસે આલિશાન બંગલો હોય,લાખો રૂપિયાની નોકરી હોય અને હવે આધુનિક સમયમાં સફળતાની પરિભાષા ભણતર સુધી જ સીમિત રહી ગઈ છે.હવે દુન્યવી લોકો એ જ માને છે કે આપણી પાસે ડીગ્રી કે કોઈ પદક હશે તો જ સફળ થઈ શકીશું.
પણ, શું આને સાચા અર્થમાં સફળતા કહી શકાય? સફળતાને આલિશાન ઘર કે લાખો રૂપિયાના પગાર સાથે કોઈ જ નિસ્બત નથી.આ બધી બાબત સફળતાની પરિભાષામાં એટલા માટે ખપે છે કારણ કે દિવસે ને દિવસે આપણે ભૌતિકતાવાદી બનતા જઈએ છીએ.
શાળાકીય પરિક્ષામાં પાસ કે નાપાસ થવાથી આપણે આગળ જીવનમાં સફળ થઈશુ જ એવી કોઈ ગેરંટી નથી હોતી.જો શાળાકીય પરિક્ષામાં નપાસ થયા તો પણ નાસીપાસ કે હતાશ થવાની જરૂર નથી કારણ કે શાળા કે કૉલેજની પરિક્ષા આપણી સફળતા નક્કી ન કરી શકે.
આ દુનિયામાં સમર્થતા કે સફળતા એક જ વ્યક્તિ નક્કી કરી શકે છે અને એ છે આપણે પોતે.સફળતાની પરિભાષા આપણી ખુદની હોવી જોઈએ અને આ વિશ્વમાં કોઈ એટલું સમર્થ નથી જે આપણી સમર્થતા નક્કી કરે.કોને સફળતા કહેવી એ આપણા પર નિર્ભર કરે છે.આપણી પરિભાષા ને દુન્યવી પરિભાષા સાથે કોઈ નિસ્બત ન હોવી જોઈએ.
અંગ્રેજી એ એક ભાષા છે, સફળતા નથી.વિદેશી ભાષા આવડવી એ દુનિયાના મતે સફળતા હોય શકે પણ કોઈ ભાષા આવડવી કે ન આવડવી તેને સફળતા સાથે કોઈ સંબંધ નથી.
On This Note: આપણી પાસે કોઈ હતોત્સાહિત થયેલી વ્યક્તિ ઉત્સાહી બની જાય એ જ સફળતા!
© મૈત્રી બારભૈયા
Comments
Post a Comment