વર્ચસ્વની લડાઈ.
વર્ચસ્વ ઘણા બધા ક્ષેત્રોમાં હોય છે.આપણુ વર્ચસ્વ હંમેશા રહે લોકો પર તે આપણને ગમતું હોય છે.વર્ચસ્વનો બીજો મતલબ આધિપત્ય થતો હોય છે.વર્ચસ્વ સામાજિક, કાર્યક્ષેત્ર, રાજકારણમાં હોય શકે.આમ જોવા જઈએ તો વર્ચસ્વની મહેચ્છા આપણાથી શરૂ થાય છે અને તેને પામવાની લડાઈ લંબાઈ જાય છે.સમાજમા કોઈ એક વ્યક્તિનું વર્ચસ્વ હોય તો તેને સામાજિક વર્ચસ્વ કહે છે પણ સમાજના વિકાસ માટે કોઈ એકનું વર્ચસ્વ નુકસાનદાયક નીવડી શકે છે.કાર્યક્ષેત્રમા આપણે અવિરત પ્રયાસો કરતા રહીએ છીએ કે આપણને વર્ચસ્વ મળી રહે.
ક્ષેત્ર કોઈ પણ હોય પણ વર્ચસ્વની લડાઈ હાનિકારક હોય શકે.કોઈ પણ ક્ષેત્રના વિકાસ માટે વર્ચસ્વ કે આધિપત્ય નહિ પણ લોકમત અને લોકસહાય અનિવાર્ય હોય છે.વર્ચસ્વનુ હોવું ત્યાં સુધી જ સારું છે જ્યાં સુધી એ લોકહિત માટે હોય.
વર્ચસ્વની લડાઈ એ સામાજિક છે કારણ કે સમાજમાં રહેતા દરેક લોકો વર્ચસ્વ ઝંખે છે.સમાજ દ્વારા પુરુષના વર્ચસ્વ ને વધુ મહત્વ અપાયું છે પણ ક્યારેક સ્ત્રી ને પણ વર્ચસ્વની ઝંખના થતી હશે અને ક્યારેક પુરૂષના વર્ચસ્વની પણ ઈર્ષા થઈ આવતી હશે.પિતા બનવા માટે બીજા સ્ત્રી પાત્રની જરૂર હોય છે અને ત્યારે એ સમયે કદાચ થોડા સમય માટે તેમના વર્ચસ્વની લડાઈ વામણી પુરવાર થતી હશે.
સમાજે પુરુષ ને જ આ વર્ચસ્વ કેમ સોંપ્યું?અને ખુદને વર્ચસ્વ મળતા તેમણે સ્ત્રીઓને Taken For Granted કેેમ લઈ લીધી? વર્ચસ્વ મળ્યુું તો શું એમને સ્ત્રીનું શોષણ કે ઘરેેલુુ હિંસા કરવાનો અધિકાર મળી જાય છે? જો આ જ વર્ચસ્વ સ્ત્રી ને મળ્યુું હોત તો સામાજિક દ્રશ્ય કંઈક જુદું ન હોત?
જ્યારે માતા-પિતા બન્યાના સમાચાર મળતા હશે ત્યારે ક્ષણવાર માટે સ્ત્રી-પુરુષ ને વર્ચસ્વની ઝંખના ઓગળી જતી હશે અને પછી રોજ આમ જ એકવિધ(Monotonous) જીવનની ફરી શરૂઆત થાય છેે અને ફરી કોઈ વાત પર પુુરુષનો અહમ ઘવાય છે અને શરૂ થાય છે વર્ચસ્વની લડાઈ ફરી એક વખત!
આ વર્ચસ્વની લડાઈ કાયમી છે અને આગળ પણ આમ જ ચાલતી રહેવાની છે અને નિશસ્ત્ર હોવા છતાં આ લડાઇ ઘણી નુકસાનદાયક નીવડી શકે એમ છે.આ લડાઈનો અંત ક્યારે આવશે તેની કોઈને ખબર નથી.
આ લડાઈનો અંત ત્યારે જ આવી શકે છે જ્યારે આપણી અંદર સંતુષ્ટિની ભાવના આવશે અને જ્યારે આપણને વર્ચસ્વ નો મોહ નહિ રહે ત્યારે આનો અંત સંભવ છે.
©મૈત્રી બારભૈયા
Comments
Post a Comment