ઋણાનુબંધ!
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે!
~મરીઝ
બહુ પ્રચલિત વાક્ય: આપણે માતા-પિતા નાં ઋણી છીએ કેમ કે તેમણે ઘણા બલિદાનો આપ્યા છે આપણા માટે.હકીકતમા આપણે માતા-પિતા સિવાય પણ જે લોકો આપણી સાથે હોય તે બધાં જ લોકોના ઋણી છીએ અને એટલે જ કદાચ એવા વાક્યો વડીલો કહેતા હશે કે જ્યાં સુધી અન્નજળ પાણી હોય,આ પૃથ્વી પર જેટલાં શ્ર્વાસ લેવાનાં લખાયા હોય વગેરે વગેરે.
આપણે સૌ ઋણથી બંધાયેલા છીએ એટલે જ ઋણાનુબંધ જેવો શબ્દ આવ્યો.આ જગતમાં આપણો જન્મ ઋણ ચૂકવવા માટે થાય છે એવું માની શકાય.ઋણ ચૂકવાયા પછી ક્યાં કોઈ રોકાય છે!
આ ઋણનુ ચૂકાણ ગમે તે રૂપમાં હોય શકે.કોઈ આપણી સાથે છે તો એનો સીધો મતલબ જ એ છે કે હજુ ક્યાંક આપણું ઋણ એમને ચૂકવવાનું બાકી છે બાકી આ ઋણાનુબંધ પૂરો થાય એટલે કોઈ વ્યક્તિની જવા પાછળ સંજોગ, પરિસ્થિતિ, સમય અને ઘણીવાર નસીબ નિમિત્ત બને છે.
આ સૃષ્ટિનું ગણિત બહુ જુદા પ્રકારનું છે આપણું ઋણાનુબંધ પુરૂં થાય એટલે એ એવી ગોઠવણ કરશે અને આપણને તેની જાણ પણ નહીં થાય અને આપણે એજ પ્રશ્ર્ન કરતા રહીશું કે મારી જ સાથે કેમ આવું થયું?
કોઈનું આપણા જીવનમાં આવવું અને તેમનું જવું એ માત્ર ઋણાનુબંધ છે.
©મૈત્રી બારભૈયા
On This Note: સંબંધ ક્યા ક્યારેય પૂરો થાય છે,
માત્ર ઋણાનુબંધ પૂરો થાય છે!
~અંકિત ત્રિવેદી
Comments
Post a Comment