શિક્ષક:સમાજ માટે મહત્વનું વ્યક્તિત્વ!
શિક્ષણ અને જ્ઞાન એ એક નશો છે અને જ્યારે આ નવો હોય ખુદમાં ત્યારે બીજો કોઈ નશો ન હોવો જોઇએ.શિક્ષણ એ શૈક્ષણિક પરિપેક્ષમાં વપરાતો શબ્દ છે અને જ્યારે જ્ઞાન દરેક પરિપેક્ષમાં વપરાય છે.ગુરૂ સ્વયં નશીલુ વ્યક્તિત્વ છે, તેમનામાં હંમેશા વિદ્યાર્થીઓને ભણાવવાનો, જ્ઞાન આપવાનો જુસ્સો અને નશો હોય છે.ગુરૂ પોતાની તકલીફ ભૂલી તેમના શિષ્યોની તકલીફ દૂર કરવા અવિરત મહેનત કરે છે.શિક્ષક બનવું સહેલું તો નથી જ!
શિક્ષક બનવા ધૈર્યની જરૂર હોય છે અને શિક્ષક સિવાય બીજું કોઈ ધૈર્યવાન ન હોય શકે કારણ કે તે તેમના વિદ્યાર્થીઓના દરેક સવાલ બહુ ધીરજથી સાંભળે છે અને જવાબ પણ સરળતા અને સહજતાથી આપે છે.માતા-પિતા પછી બાળકો માટે શિક્ષક આદરણીય વ્યક્તિત્વ છે જ્યાં બાળકોને ખબર હોય છે કે તેના દરેક સવાલોના જવાબ તેના ગુરૂ પાસે હશે.શિક્ષક પાસે પુસ્તક બહારના સવાલોના જવાબ હોય છે.બાળકને મૂંઝવતી દરેક મૂંઝવણનો ઉકેલ શિક્ષક પાસે હોય છે આથી જ બાળકો માટે શિક્ષક વિશ્વસનીય પાત્ર છે.
ભલે શિક્ષણ વ્યવસ્થા ગમે એટલી બદલાય જાય પણ શિક્ષકોની કુનેહ તે જ રહેશે જે પહેલા હતી.શિક્ષક જે રીતે વિદ્યાર્થીઓને સમજાવે છે તેવી રીતે બીજું કોઈ તેને ન સમજાવી શકે.ક્યારેક માતા-પિતા બાળકોના સવાલ સાંભળી ગુસ્સે થઈ જતાં હશે પણ શિક્ષકો ક્યારેય પણ બાળક પર ગુસ્સે થતા નથી.તે હંમેશા તેમના વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક જ સમજાવે છે અને એટલે જ શિક્ષક સમાજમાં પરિવર્તન લાવવા સક્ષમ છે.
જ્યારે બાળકોમાં જ્ઞાન મેળવવાનો નશો અને જુસ્સો હોય છે ત્યારે શિક્ષકને પણ જ્ઞાન આપવાનું કુતૂહલ અને ઉત્સાહ વધી જતો હોય છે.માતા-પિતા બાદ દુનિયાની એકમાત્ર વ્યક્તિ એવી જેને તેના વિદ્યાર્થીની સફળતા ઈર્ષા નહિ પણ ગર્વ થાય છે અને તે છે 'શિક્ષક'!
©મૈત્રી બારભૈયા
Comments
Post a Comment