પૂર્ણતઃ બનવાની મથામણ!

પૂર્ણતઃ અને અપૂર્ણતાનુ જો કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ છે ચંદ્રમા.આ ચાંદ આપણને ઘણું બધું શીખવાડી જાય છે.આપણે આખી જિંદગી પોતાને પરફેક્ટ કે પૂર્ણ બનાવવા મથીએ છીએ, પણ અહીં એક સવાલ એ પણ છે કે આપણે પરફેક્ટ કેમ બનવું છે?

માગશર સુદ બીજનો અપૂર્ણ ચાંદ પણ નિહાળવા જેવો હોય છે અને પૂનમની ચાંદની જોવા પણ આપણે પંદર દિવસ રાહ જોવી પડે છે.

આ શીત ચંદ્ર એજ શીખવાડે છે કે ઘણી વખત આપણું અપૂર્ણ હોવું જરૂરી છે અને આમ જોઈએ તો કોઈ પૂર્ણતાની બક્ષિસ લ‌ઈ જન્મ્યું જ નથી.

"इस जहां में हर कोई पूर्ण नहीं है,
धरती के पास भी आसमां नहीं!

જો પ્રકૃતિ પાસે પણ અપૂર્ણતા હોય તો આપણે કેમ પરફેક્ટ કે પૂર્ણ બનવા ઈચ્છીએ છીએ? પૂનમ પછી ચાંદનુ અસ્ત થતા જવું એજ સૂચવે છે કે ક્યારેક આપણે પણ આમ ધીરે ધીરે અસ્ત થવાનું છે.પૂનમનુ હોવું એ જણાવે છે કે ક્યારેક આપણે પણ આમ ધીરે ધીરે અસ્ત થવાનું છે.પૂનમનુ હોવું એ જણાવે છે કે સંઘર્ષોની અમાસ બાદ ઊગે છે સફળતાની પૂનમ.

ON THIS NOTE: પ્રકૃતિ એ સ્વીકારી છે અપૂર્ણતા,
હવે સ્વીકારીએ આપણે પણ ખુદની અપૂર્ણતા ને!

© મૈત્રી બારભૈયા

Comments

Popular posts from this blog

સફળતાની દુન્યવી પરિભાષા

વર્ચસ્વની લડાઈ.

મહત્વ આત્મનિરીક્ષણનું!