જિંદગીની ફિલસૂફી!

જિંદગી જ્યારે સમસ્યા-રૂપી તાળાથી બંધ હોય ત્યારે એટલું જ વિચારવાનું છે કે તેને ખોલવા માટે ચાવીનો આખો એક ગુચ્છો છે અને તેમાંની કોઈ પણ ચાવી આપણી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.

અઢળક ચાવીઓ હોવાથી આપણે ફક્ત પ્રયત્ન કરવાનો હોય છે, દરેક ચાવી વારાફરતી લગાવીને.આપણે મહેનત જ ન કરીએ કોઈ દ્વાર ખોલવાનો અને એમ માની બેસી રહીએ કે આ દરવાજાને તો‌ તાળું છે તો એનો મતલબ એવો થયો કે આપણને ગુચ્છા નો ઉપયોગ કરતા નથી આવડતું કાં તો આપણે દરવાજો ખોલવા નથી ઈચ્છતા.

બસ, જીવનમાં આવતી સમસ્યાનું પણ દરવાજા,તાળા અને ચાવી જેવું હોય છે.ઘણી વખત આપણી સમસ્યા ઉકેલવાની ચાવી હાથવગી જ હોય છે તેમ છતાં તેને લેવા જતા અને ઉપયોગ કરવામાં આળસ આવે છે. જેમ ચાવીના ગુચ્છા માંથી કોઈ એક ચાવી દ્વાર અવશ્ય ખોલે છે એમ આપણી સમસ્યાનાં સમાધાનો પણ ઘણા હોય છે.આપણે માત્ર એ ઉકેલ સુધી પહોંચવા માટે થોડો પુરૂષાર્થ કરવાનો હોય છે.બાકી એવી કોઈ સમસ્યા કે મુસીબત છે જ નહીં જેનો કોઈ ‌તોડ ન હોય.

અસાધ્ય રોગની પણ જો દવા હોય,રાત પછી દિવસ સુનિશ્ચિત પણે ઉગે છે એમ જ સમસ્યા આવ્યા બાદ તેનો ઉકેલ હોય જ છે.ગુચ્છાની છેલ્લી ચાવી પણ દરવાજો ખોલી શકે છે જો આપણે અંતિમ સુધી પ્રયત્ન ચાલુ રાખીએ તો જ! એમ જ જ્યારે કોઈ એક ઉકેલથી સમસ્યા હળ ન થાય તો તેનો બીજો કોઈ ઉપાય શોધવો.અંતિમ પ્રયાસ કરવાથી પણ આપણી મુશ્કેલીનો ઉપાય મળી શકે છે.
© મૈત્રી બારભૈયા

Comments